Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : યુપીએલ કંપનીનાં સહયોગથી અને પોલીસ ઇન્સ્પેક્ટરનાં પ્રયાસોથી ઝઘડિયા ચાર રસ્તા સહિત ત્રણ સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરને ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપનીના સહયોગથી અને ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.વસાવાના સધન પ્રયાસોથી નગરમાં ત્રણ સ્થળોએ સીસીટીવી કેમેરા સહિત ત્રણ હાઈ માસ ટાવર ઉભા કરવામાં આવનાર છે. નગરના આ ત્રણ સ્થળોમાં ઝઘડિયા ચાર રસ્તા, વાલીયા ચાર રસ્તા અને એપીએમસી ખાતે ૩ સીસીટીવી સહિત હાઇમાસ ટાવર ઊભા થનાર છે. આ હાઇમાસ્ટ ટાવર માટે ઝઘડિયા જીઆઈડીસીની યુપીએલ કંપની ૨૧ લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ ઝઘડિયાની જનતાની સુવિધા માટે કરનાર છે. લાઈટની વ્યવસ્થા માટેના ટાવરનું ઉદઘાટન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુપીએલ કંપનીના ડાયરેક્ટર અને ઝઘડિયા જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણી, નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા ઝઘડિયા જીઆઇડીસીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. વસાવાના જણાવ્યા મુજબ ઝઘડિયા તાલુકા મથક હોવાથી નગરની જરૂરિયાતને અનુલક્ષીને યુપીએલ કંપની દ્વારા જનતાને આ સુવિધા આપવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે નગરને મળનાર સીસી ટીવીની સુવિધા પોલીસને ઘણી રીતે મદદરૂપ થશે. અકસ્માત કરીને ભાગી જતા વાહનોને પકડવા તેમજ ગુનાખોરી ડામવા માટે સીસીટીવી કેમેરા મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : કાંકરિયાના ધર્માતરણના ગુનાના આરોપીઓની જામીન અરજી નામંજુર કરતી નામદાર અદાલત.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે ખેતરમાં આવેલ બોરની મોટર તથા વાયરને નુકસાન કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ‘આરએમસી ઓન વોટ્સએપ’ ની નવી પહેલ : નાગરિકોને મોબાઈલ પર આપશે ૧૦૦થી વધુ સેવાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!