Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં સંજાલી ગામે ૩.૪૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસની હદમાં ગઇકાલે પોલીસે કુલ રૂ.૬૪૫૬૦૦ ના મુદ્દામાલ સાથેનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ઉમલ્લા પોલિસ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના કેનાલની બાજુમાં સીમાડા વગામાં સંજાલી ગામનો સંદીપ સંજય વસાવા એસ.યુ.વી ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે. ઉમલ્લા પોલીસે બાતમીના આધારે સંજાલી ગામની સીમમા કેનાલની બાજુમાં છાપો માર્યો હતો, ત્યારે બાતમી મુજબની એસયુવી લક્ઝરીયર્સ ગાડી મળી આવી હતી.

આ ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૪૫૬ નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવતા જપ્ત કરી હતી. ઉમલ્લા પોલીસે રૂ. ૩,૪૫,૬૦૦ નો વિદેશી દારૂ તથા મહિન્દ્રા કંપનીની એસયુવી ગાડી રૂપિયા ૩ લાખની કિંમતની મળી કુલ રૂપિયા ૬,૪૫,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સંદીપ સંજય વસાવા રહેવાસી સંજાલી તા. ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

લીંબડી તાલુકાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે ખાસ મીટીંગ યોજાઈ ગઈ.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે પંચાયતની જમીન બાબતની તકરારમાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!