Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આડેધડ પાર્ક કરાતા વાહનો બાબતે પોલીસે એસોસિએશનને ચેતવણી આપી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ જીઆઇડીસીમાં ૮૦ થી વધુ ઔધોગિક કંપનીઓ કાર્યરત છે. આ ઉદ્યોગ ગૃહોમાં મોટી સંખ્યામાં ખાનગી વાહનો તેમજ માલવાહક વાહનો આવે છે. ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા આવેલા માલવાહક વાહનોને પ્રવેશ આપતા પૂર્વે કંપની બહાર ઊભા રાખવામાં આવે છે, જેથી આડેધડ વાહનો ઉભા રહેતા હોય છે તેને લઇને સ્થાનિક વાહન વ્યવહારને અસર થાય છે.

આ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ પ્રવીણ વસાવા દ્વારા ઝઘડીયા જીઆઇડીસી એસોસિએશનને તેમની કંપનીઓમાં આવતા વાહનો, માલવાહક વાહનોને રોડ ઉપર પાર્ક નહીં કરવા લેખિતમાં જણાવ્યું છે. ઝઘડિયા પોલીસ મથક દ્વારા જણાવાયું છે કે અમુક કંપની બહાર પોતાના કંપનીના કર્મચારીઓ દ્વારા કંપની બહાર વાહન પાર્ક કરવામાં આવતા હોય છે, તેમજ કંપની બહાર લોડીંગ અનલોડિંગ વાહન પાર્ક કરવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ છે.

ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓ બહાર પાર્ક કરવામાં આવતા વાહનોની ચોરી તથા નુકસાન અંગે અવારનવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવે છે. જો આ કંપનીઓ દ્વારા બહાર પાર્ક કરવામાં આવતા વાહનો કંપનીની અંદર અથવા યોગ્ય પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ છે. જેથી હવે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી કંપની બહાર કોઈપણ વાહન મોટર સાયકલ, કાર કે ટ્રક પાર્ક કરેલ જણાશે તો વાહનને તાત્કાલિક ધોરણે ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયુ છે. ઝઘડિયા પોલીસ મથક દ્વારા આડેધડ વાહનો પાર્ક નહીં કરવા બાબતે લેખિતમાં જણાવાતાં ઉદ્યોગ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ટ્રેન વ્યવહાર ખોરવાતાં નવસારી અને બીલીમોરા સ્ટેશને મુસાફરો અટવાયા, સંસ્થાઓ આવી મદદે

ProudOfGujarat

ભરૂચ ના કતોપોર બજાર ના કોટ વિસ્તાર પર આવેલ ઝૂંપડા અચાનક ધરાસાય થતા દોડધામ મચી હતી.જેમાં તંત્ર તરફ થી સહાય કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો એ ઉચ્ચારી હતી….

ProudOfGujarat

વડોદરા : ઔદ્યોગિકરણના કારણે વિશ્વામિત્રી, ઢાઢર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!