Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઝઘડીયા તાલુકાની બંધ કરવામાં આવેલ રેફરલ હોસ્પિટલ ફરીથી શરૂ કરવા અથવા હાલમાં નવા પ્રોજેક્ટ મુજબ ઝઘડિયા ખાતે મીની સિવિલ હોસ્પિટલ આપવા માટે આરોગ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ બાબતે ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા પણ રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા અથવા મીની સિવિલ હોસ્પિટલ ફાળવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ઝઘડિયા સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા આરોગ્યમંત્રીને આપેલ લેખિત રજૂઆતમાં જણાવાયુ છે કે ઝઘડિયા ખાતે અગાઉ ૮૦ બેડની હોસ્પિટલ ચાલુ હતી અને જેમાં તમામ પ્રકારની સારવાર તેમજ ઓપરેશન સહિતની સેવા તાલુકાવાસીઓને મળતી હતી. જે હોસ્પિટલ અગાઉ સરકાર દ્વારા બંધ કરીને અન્ય તાલુકામાં ફાળવી દેવામાં આવી હતી. ઝઘડિયા ગામ તાલુકા મથક હોય તેમજ અહીં કોઈ મોટી હોસ્પિટલ ન હોવાથી સારવાર માટે દર્દીઓને અંકલેશ્વર અથવા ભરૂચ જવું પડે છે. તેમજ તાલુકાના અંદરના ગામોના લોકોએ પણ ભરૂચ, અંકલેશ્વર જરૂરી સારવાર માટે જવું પડે છે. જેથી અહીં રેફરલ હોસ્પિટલ અથવા નવા પ્રોજેક્ટ મુજબની મીની સિવિલ હોસ્પિટલ સરકારની યોજના મુજબ ઝઘડીયા તાલુકા મથકે ફાળવવામાં આવે તો હોસ્પિટલનો લાભ ઝઘડિયા તાલુકાના ગામોને તથા વાલિયા, નેત્રંગ તાલુકાના ઉડાણના ગામોના લોકોને મળી રહે. ઝઘડિયા તાલુકાના આદિવાસી પછાત ગરીબ લોકોને અંકલેશ્વર તથા ભરૂચ જવા માટે પચાસ કિલોમીટરથી વધુ દૂર જવું પડે છે. જેથી તેઓને તાલુકા મથકે જ સારવાર મળી રહે તેથી ઝઘડિયા ગામે મિનિ સિવિલ હોસ્પિટલ ચાલુ કરવા રજૂઆત કરી હતી.

Advertisement

આ બાબતે ઝઘડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતે આરોગ્ય મંત્રીનું ધ્યાન દોર્યું હતું કે ઝઘડિયા સુલતાનપુરા ગામે રેફરલ હોસ્પિટલની આરોગ્ય ખાતાની ૧૫ એકર જમીન ઉપલબ્ધ છે અને તે બિનઉપયોગી ખુલ્લી પડી રહી છે, જેથી જમીન સંપાદન કરવાનો કે ખરીદવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેથી સિવિલ હોસ્પિટલ સર્જન તથા તમામ પ્રકારના ડોક્ટર સહિત તમામ સુવિધા સાથે શરૂ કરવામાં આવે તો ત્રણેય તાલુકાના લોકોને તેનો લાભ મળી રહે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કબીરવડ હોડી ઘટના ટિકિટ કૌભાંડમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપ મહિલા સભ્યના પતિ સામે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!