Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા એ.પી.એમ.સી. માં વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એ.પી.એમ.સી. એ પાછલા વર્ષો દરમિયાન સારો વિકાસ કર્યો છે. એ.પી.એમ.સી. દ્વારા સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ તાલુકાના ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ચાલુ ટર્મમાં ઝઘડિયા એ.પી.એમ.સી. માં દિપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે ગજેન્દ્રસિંહ પરમારની વરણી થઈ હતી, ત્યારબાદ વાઇસ ચેરમેન પદે યુવરાજસિંહ બારોટને નિમાયા હતા. બાદમાં વાઇસ ચેરમેને રાજીનામુ આપ્યા બાદ જગ્યા ખાલી પડતા હાલમાં ઝઘડિયા એ.પી.એમ.સી.માં ધારોલી ગામના યુવા સહકારી અગ્રણી પુષ્પેન્દ્ર સિંહ સુણવાની એ.પી.એમ.સી.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પુષ્પેન્દ્રસિંહ સુણવાએ એ.પી.એમ.સી. માં વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવા બદલ સહુનો આભાર માન્યો હતો અને તેઓ તાલુકાના ખેડૂતો તેમજ એ.પી.એમ.સી.ના વિકાસ માટે હંમેશ પ્રયત્નશીલ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!