દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ એ આરોગ્ય, શિક્ષણ, રોજગારી તેમજ બહેનો અને બાળકોનાં વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધારે માસ્ક બનાવવામાં આવ્યા છે, જેથી કોરોના મહામારીના સમયમાં જરૂરવાળા ગરીબ પરિવારોને મફતમાં માસ્ક વિતરણ કરવા ઉપરાંત માસ્ક બનાવવાની કામગીરીથી ભરૂચની બહેનોને રોજગારી મળી રહે.
તાજેતરમાં તારીખ ૧ જાન્યુઆરીનાં રોજ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રોગ્રામ એજ્યુકેટીવ દિશાબેન ભેડા અને ફિલ્ડ ઓફિસર ઉર્મિલાબેન વસાવા દ્વારા અવિધાના તલાટી અને અગ્રણીઓના સહકારથી ગામના અલગ અલગ વિસ્તારોમાં બે હજાર જેટલા કોટન માસ્ક વિના મૂલ્યે જરૂરવાળી વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યા હતા. દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માર્ચ ૨૦૨૦ થી લઇને અત્યાર સુધી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નિરંતર જરૂરતમંદ વર્ગને મફત માસ્ક વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.