Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા પોલીસનાં એક જ દિવસમાં ત્રણ સ્થળ ઉપર દરોડા 50,000 નો વિદેશી દારૂ ઝડપી પાડયો…

Share

ઝઘડિયા પોલીસે ગત રોજ અલગ અલગ ત્રણ જેટલા સ્થળો ઉપર દરોડા કરી 50 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. તો ૮૪ હજારના મુદ્દામાલ સાથે કુલ ત્રણ જેટલા બુટલેગરોની અટકાયત પણ કરવામાં આવી છે જ્યારે અન્ય એક બુટલેગર ફરાર થઈ ગયો હતો.

ઝઘડિયા પોલીસે ગત રોજ એક જ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળ ઉપર દરોડા કર્યા હતા. દુ.માલપોર, મુલદ અને દધેડા ગામે દરોડા કરી ઝઘડિયા પોલીસે કુલ પચાસ હજારના વિદેશી દારૂ સાથે ૮૪ હજારનો મુદામાલ કબ્બે કર્યો છે. ઝઘડિયા પોલીસે મોરણ ગામેથી એક્ટીવા ઉપર વિદેશી દારૂ લઇ આવતા બુટલેગર કૌશિક ઉર્ફે કરણ સુરેશ પાટણવાડીયા રહે. માંડવાને દુ.માલપોર ગામે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૮૪ નંગ વિદેશી દારૂ સાથે ૮૪00 નો દારૂ તથા એક્ટીવાની કિંમત ૩૦ હજાર મળી ૩૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની અટકાયત કરી હતી, તો મુલદ ગામે ઘરની પાછળના શેરડીના ખેતરમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે ૬૭ નંગ દારૂની કિંમત ૧૫,૫૦૦ સાથે બુટલેગર સુનિલ કનુ વસાવા રહે. મુલદને ઝડપી પાડયો હતો. તો લક્ષમણ ઉર્ફે બાબર મહેન્દ્ર વસાવા ભાગી જવામાં સફળ થયો હતો. પોલીસે ચાર હજારના મોબાઇલ સાથે ૧૯,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દધેડા ગામે દરોડા કરી મૂળ અંકલેશ્વરનો બુટલેગર વિક્રમ સરોદ વસાવાને ૨૧૦ નંગ દારૂની કિંમત ૨૬,૧૦૦ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે કુલ ત્રણ બુટલેગરને ઝડપી પાડી તથા ફરાર એક બુટલેગર અને તમામ બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા : ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારનાં વિરોધમાં નર્મદાનાં પત્રકારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી નક્કી છે, પણ દર્શકોએ આપ્યો મોટો પડકાર.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે આઠમાં વિશ્વ યોગ દિવસની પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!