Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા બાર એસોસિએશનના હોદ્દેદારો ચુંટાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે બાર એસોસિએશનની ચુંટણી યોજાઇ.જેમાં રાજપારડીના રહીશ અને સિનિયર વકીલ રોહિત શાહ પ્રમુખ પદે ચુંટાઇ આવ્યા હતા.રોહિત શાહ રાજકિય ક્ષેત્રે પણ ભાજપાના વરિષ્ઠ કાર્યકર તરીકે વર્ષોથી સેવા આપે છે.અને આગળના વર્ષોમાં તેઓ યુવા ભાજપામાં પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.વકિલ મંડળના અન્ય હોદ્દેદારોમાં મંત્રી તરીકે દિપકભાઇ ભટ્ટ સહમંત્રી તરીકે નિરલ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે ભાવિન શાહ ચુંટાયા છે.બાર એસોસિએશનમાં ચુંટાવા બદલ અન્ય સહ વકિલો તેમજ શુભેચ્છકો તરફથી વકિલ મંડળના વિજેતા હોદ્દેદારોને અભિનંદન આપીને તેમના નેતૃત્વમાં બાર એસોસિએશન ઉચ્ચ પ્રગતિ કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.વિજેતા વકિલોએ પોતામાં વિશ્વાસ મુકવા બદલ સાથી વકિલ મતદારોનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

કોરોનાની કળ વળતા જ ભરૂચવાસીઓ ઘરમાંથી અનલોક થયા : વરસાદી માહોલમાં બગીચા, ધાર્મિક સ્થળે ફરવા નીકળી વીક એન્ડને મન ભરીને માણ્યો.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં પહાજ ગામમાંથી જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ગુજરાતી ફિલ્મ “રતનપુર”નું ટ્રેલર રિલીઝ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!