ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉટીયા ગામે કેટલાક ઇસમો વરલી મટકાનો આંકડા ફેરનો જુગાર રમાડતા હોવાની બાતમી ઝઘડિયા પોલીસને મળતા બાતમીનાં આધારે ઝઘડિયા પી.આઇ પી.એચ.વસાવાએ પોલીસ સ્ટાફ સાથે ઉંટિયા ગામના તળાવ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં છાપો મારતા કેટલાક ઇસમો આંક ફરકના આંકડાનો સટ્ટા બેટિંગનો રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા હોવાનું જણાયુ હતું. પોલીસની રેઇડ દરમિયાન કેટલાક ઈસમો ભાગી ગયા હતા. જ્યારે ત્રણ જેટલા ઈસમો ઝડપાઈ ગયા હતા. ઝઘડિયા પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી કુલ ૧૨,૮૯૦ રૂપિયા રોકડા તથા બે મોબાઇલ મળી કુલ રૂ. ૧૬,૮૯૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કનુ ગંભીર વસાવા, યોગેશ ગણેશભાઈ વસાવા અને ગણપત રવજીભાઈ વસાવા ત્રણે રહે. ઉટીયા તા. ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે તાલુકામાં વરલી મટકાનો જુગાર રમાડતા સટોડિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ