ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામે લગ્નમાં આમંત્રણ નહિ હોવા છતા ગામના બે ઈસમોએ લગ્નમાં ધુસીને એક મહિલા તથા પુરૂષને ગાળાગાળી કરીને મારામારી કરી હોવાની ફરિયાદ ઝઘડીયા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના ખરચી ગામે રહેતા હેમલત્તાબેન માણેકભાઈ વસાવા ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ ખેત મજૂરી કરે છે. ગઇકાલે હેમલતાબેનનાં નણંદ જાગૃતીબેનનુ લગ્ન હતું. લગ્નમાં ખર્ચી ગામના કિરીટ ઉર્ફે દશરથ તથા જીતુ નામના બે ઈસમો લગ્નમાં આમંત્રણ નહીં હોવા છતાં લગ્નમાં ઘુસી ગયા હતા.અને જબરજસ્તીથી લગ્નમાં ઘુસેલા આ ઈસમોએ હેમલતાબેનના પતિ માણેકભાઈને બોચીમાંથી પકડીને નીચે પાડી દીધો હતો. તે સમયે હેમલત્તાબેન વચ્ચે પડતા તેમને પણ નીચે પાડી દીધા હતા. અને માં બેન સમાણી ગાળો આપીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જેથી હેમલતાબેન માણેકભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં કિરીટ ઉર્ફે દશરથ અરવિંદભાઈ વસાવા અને જીતુ ગોરધનભાઈ વસાવા બંને રહેવાસી ખરચી તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ