Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાવા પામ્યો હતો. ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા સરકાર તરફથી મળેલ સૂચના તેમજ પોલીસ મહાનિરીક્ષક વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક અમલવારી કરાવવા તેમજ પ્રોહીબીશન અને જુગાર અંગે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અંતર્ગત ઝઘડિયા પોલીસ આજરોજ વહેલી સવારે વાહન ચેકિંગમાં હતા, ત્યારે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ઝઘડિયા પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ ૩૬ નંગ બોટલો જપ્ત કરી હતી. કુલ રૂ. ૯,૬૦૦ નો વિદેશી દારૂ ઝઘડિયા પોલીસે જપ્ત કરીને પ્રકાશ વિનોદભાઈ વસાવા રહેવાસી નવાગામ કરારવેલ તાલુકો અંકલેશ્વર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ક્રેડિટ કાર્ડનો પિન મેળવી ગઠિયો 30 હજારની છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ દહેજની વિશ્વાત કંપનીમાંથી એસ.એસ પાઇપો તેમજ એલ્યુમિનિયમ કેબલોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!