ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે પોયાવગાની સીમમાંથી નગર નિગમનાં બોરવેલ ઉતારેલી ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયરની ચોરી થવા પામી છે. વિગતો મુજબ ચંપકભાઇ ચુનીલાલ પટેલના ખેતર પાસે નગર નિગમનો બોરવેલ આવેલ છે. જે છેલ્લા બે મહીનાથી ૫ વર્ષના ભાડા પેટે લીધેલ છે. જેમાં તેમણે તા. ૧૯/૧૧/૨૦ નાં રોજ ખેતરોમાં પાણીનાં સિંચાઈ માટે ઈલેક્ટ્રીક મોટરની સિસ્ટમ નાંખી હતી. પરંતુ ગઈકાલે બોરવેલમાં ઉતારેલ ઈલેક્ટ્રીક મોટરનું ટેસ્ટિંગ કરી સાંજે તેઓ સામાન લઈ ઘરે પરત આવી બીજા દિવસે સવારે એગ્રીકલ્ચર પાવરનું શિડયુલ દિવસે હોવાથી ખેતરે મોટર ચાલું કરવા ગયા ત્યારે બોરવેલમાં ઉતારેલી ઈલેક્ટ્રીક મોટર સિસ્ટમનો કેબલ વાયર તથા ઈલેક્ટ્રીક પાણીની મોટર જોવામાં આવેલ ન હતી. જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરતાં મળી આવેલ ન હતી. તેમજ તેમના ખેતરની બાજુમાં આવેલ છત્રસીગ રાજ રહે. રાજપારડીના ખેતરમાં આવેલા બોરવેલની મોટરનો પણ કેબલ વાયર ૩૦ મીટર જેટલો કાપી નાંખી ચોરો લઈ ગયા હતા.
નગર નિગમની બોરવેલમાં ઉતારેલી મોટર સિસ્ટમ જેમાં કોલમ નંગ ૧૦ કિંમત રૂ.૧૭૫૦૦ તથા ઈલેક્ટ્રીક મોટરની ત્રણ સ્ટેજનાં પંપ સાથે કિંમત ૪૭૫૦૦/- તેમજ કેબલ વાયર આશરે ૭૫ મીટર જેટલી લંબાઈની કિંમત ૮૨૫૦- તથા છત્રસીગ રાજના ખેતરનાં બોરવેલનાં મીટરનું કેબલ આશરે ૩૦ મીટર જેટલી લંબાઈનું કિંમત ૩૫૦૦/- મળી કુલ કિંમત રૂ.૭૬૭૫૦ /- ની ચોરી થવા પામી હતી. જેની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાતા રાજપારડી પોલીસ દ્વારા ચોરોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા તાલુકાનાં રાજપારડીની સીમમાં તસ્કરોએ બોરમાં ઉતારેલી પાણીની મોટર અને વાયરની ચોરી કરી ફરાર…
Advertisement