Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક બે મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં એકને ગંભીર ઇજા…

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક અવિધા તરફ જવાના રસ્તા પર ભુંડવા ખાડી પાસે પાર્ક કરેલ મોટરસાયકલ સાથે અન્ય મોટરસાયકલ અથડાતા એક ઇસમને ગંભીર ઇજા થતા તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા ખાતે રહેતો કેવલભાઇ મુકેશભાઇ વસાવા નામનો યુવાન તેના મોટાભાઇ અનીલભાઇ અને બે વર્ષના પુત્ર સાથે મોટરસાયકલ લઇને પાણેથા ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી પાછા ફરતા રાજપારડી થઇ અવિધા ગામ તરફ જવાના રસ્તે ભુંડવા ખાડીથી થોડેક દુર મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભી રાખીને પેશાબ કરવા ગયા હતા અને કેવલ ગાડી ઉપર બેઠેલ હતો તે સમયે રાજપારડી તરફથી આવતી એક મોટરસાયકલ ઉભેલ મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતા કેવલને ઘુંટણ નીચેના ભાગે જમણા પગે ફેકચર થવા પામેલ. ઇજાગ્રસ્ત ઇસમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેને ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ બનાવ અંગે કેવલભાઇ મુકેશભાઇ વસાવા રહે.ગામ ઝઘડીયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ખાનગી શાળાઓમાં સ્કૂલ ફી માફ કરી : ગુજરાતમાં પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર કયારે નિર્ણય કરશે..?

ProudOfGujarat

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

ProudOfGujarat

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!