ભરૂચ જીલ્લામાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી કોઈકને કોઈક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની રહી છે તેવામાં આજે ઝઘડિયા જી.આઇ.ડી.સી. માં એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આ આગ ચારે તરફ ફેલાતા ભીષણ સ્વરૂપ ધારણ કરી રહી હતી.
આજે તા.28/11/2020 ની વહેલી સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરીનું માહોલ સર્જાયુ હતું. ઝઘડિયા જી.આઇ.ડી.સી. ની એશિયન ફાર્મા કંપનીમાં ઇ.ટી.પી. પ્લાન્ટમાં વહેલી સવારે ફાટી નીકળેલ આ આગ અંગે હજી કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. ઝઘડિયા ફાયર વિભાગનાં 5 જેટલા ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી પણ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે, ખૂબ જહેમત બાદ આગને કાબુમાં લેવામાં ફાયર બ્રિગેડને સફળતા સાંપડી હતી. સદનસીબે આ આગનાં બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી જોકે એશિયન ફાર્મા કંપનીને ખૂબ મોટું આર્થિક નુકસાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝઘડિયા જી.આઇ.ડી.સી. ની એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયું.
Advertisement