Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

Share

પ્રેમ આંધળો હોય છે પ્રેમ આગળ કઈ દેખાતું નથી- ના પરિવાર, ના સમાજ, ના દુનિયાની ચિંતા પ્રેમ જ દેખાઈ છે. ત્યાં ઝધડીયાનાં ભાલોદ ગામે પ્રેમ થયો પરંતુ એક નહીં થઈ શકતા પ્રેમી અને પ્રેમિકાએ નર્મદા નદીમાં મોતનો ભૂસ્કો લગાવી દઈ એક થઈ ગયા હતા. આ બનાવની પોલીસનાં સૂત્રોથી મળતી માહિતી અનુસાર ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામે રહેતી કિંજલ ભરત મકવાણા અને ગામમાં જ રહેતો ભૌમિક અશોક ધોબી એકબીજાને પ્રેમ કરતાં હતા. પરંતુ આ બંને એકબીજાને પ્રેમ કરતાં હતા પરંતુ આ બંને એકબીજાને લગ્નના કોલ આપી ચુકીયા હતા. જોકે બંનેના પરિવારો આ બાબતે અજાણ હતા કે બીજી કોઈ કારણ હતું તે જાણી શકાયું ન હતું. પરંતુ આ દરમ્યાન પ્રેમી ભૌમિક ધોબીનાં લગ્ન દશ દિવસ પહેલાં જ થયા હતા પરંતુ ભૌમિક અને કિંજલ વચ્ચેનો પ્રેમ અતૂટ હતો અને ભૌમિક કિંજલએ એ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. તેમના પરિવારજનોએ ધણી શોધખોળ કરી પરંતુ કોઈ જ પતો લાગ્યો ન હતો ત્યાં રૂંઢ ગામ નજીક નર્મદા નદીનાં કિનારે પ્રેમિકા કિંજલની લાશ મળી આવી હતી જયારે ભૌમિક લાપતા હતો. માત્ર કિનારે ચપ્પલ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જયારે આજે પ્રેમી ભૌમિકની લાશ પણ નર્મદા નદીનાં કિનારે મળી આવતા તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જયારે બંનેએ નર્મદા નદીમાં મોતનો ભૂસ્કો લગાવીને જીવનનો અંત આણી આત્મારૂપે એક થવાનું નકકી કર્યું હશે અને એટલે જ જીવન ટૂંકાવી નાંખ્યું હોવાની વાતો લોકોમાં થઈ રહી છે. ઉમલ્લા પોલીસ આ બનાવમાં તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ ખાતે યોગીફાર્મમાં યોજેયેલ ગરબા કાર્યક્રમમાં ઈવીએમ – વીપેટ નિદર્શન યોજાયુ.

ProudOfGujarat

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં રોકેટ રફતારથી બેલગામ કોરોના વાયરસ પોતાનો પંજો ફેલાવતા એક દંપતી સહિત ૭ નવા સંકમિત થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!