Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ઝઘડિયા : રાજપારડી નજીક કવોરી વિસ્તારમાં ડ્રીલ મશીન ઓપરેટરનું ટ્રેકટર પલટી જતા મોત.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીકનાં કવોરી વિસ્તારમાં કેલ્વિન કુમાર ધીરજલાલ કરડાણીની પથ્થરની ખાણ આવેલી છે. તેમની પથ્થરની ખાણમાં પથ્થરમાં હોલ પાડવાના ડ્રીલ મશીન ઉપર ઓપરેટર તરીકે બડક કાશીનાથ મૂળ રહેવાસી બલરામપુર, જિલ્લો બલિયા, ઉત્તર પ્રદેશ તથા હેલ્પર તરીકે સુગ્રીવ શ્રીબિન્દ કશ્યપ કામ કરે છે. ગયા સોમવારનાં દિવસે બડક કાશીનાથ તથા તેનો હેલ્પર સુગ્રીવ શ્રી બિન્દ કશ્યપ ગોકુલ સ્ટોન ક્વોરીની ખાણ પર ડ્રિલ મશીન રસ્તામાં અડચણરૂપ થાય તેમ મુકેલ હોઇ તેને વ્યવસ્થિત મુકવા માટે ગયા હતા. તેઓએ મશીનને સાઈડમાં વ્યવસ્થિત મૂક્યું હતું. ત્યારબાદ ડ્રિલ ઓપરેટર બડક કાશીનાથ ટ્રેક્ટર લઇ નીકળ્યો હતો. તે દરમિયાન બડક કાશીનાથે ટ્રેક્ટર પૂર ઝડપે લઈ આવતા ઓચિંતુ ટ્રેક્ટર ખાડામાં પડતા પલટી મારી ગયું હતું, અને ટ્રેકટર ચાલક બડગ કાશીનાથ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો. સારવાર અર્થે તેને રાજપારડી ખાનગી દવાખાનામાં લઇ જતા તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો. હેલ્પર શ્રીબિન્દ કશ્યપે આ ઘટના અંગે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કોરોનાની આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર…

ProudOfGujarat

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ.

ProudOfGujarat

ગોધરા- આઈટીઆઇ પાસે આવેલુ વૃક્ષ ધરાસાઇ થતા એક યુવકને સામાન્ય ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!