Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઓનલાઇન છેતરપિંડીનાં કેસમાં ઝઘડીયા પોલીસે રકમ પરત અપાવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ક્રેડિટકાર્ડમાંથી લોભામણી જાહેરાત આપી ઓનલાઇન ટ્રાન્જેકશન કરી છેતરામણી થતાં તે અંગે પોલીસમાં ફરિયાદ થતાં આ કેસમાં ઝઘડિયા પોલીસે ફરિયાદીને રકમ પરત અપાવી હતી. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપિંડીના બનતા બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા પોલીસ મહાનિરીક્ષક, ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પોલીસ દ્વારા આવા ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં યોગ્ય તપાસ કરીને ભોગ બનનારને છેતરાયેલી રકમ પરત અપાવાતી હોય છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ખરીદી, લોન, લોટરી, ફોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ તેમજ રિવર્સ પોઇન્ટ આપવાના બહાને અનેક સાયબર ગુનાઓ બનતા હોય છે. જિલ્લાના
ઝઘડિયા ખાતે પણ આવો એક બનાવ બન્યો હતો, જેમાં તમને બોનસ પેટે રકમ મળી છે તેમ કહીને તેનું રિફંડ કરવા માટે ક્રેડિટ કાર્ડ ધારકને વિશ્વાસમાં લઇને તેના મોબાઇલમાં આવેલ ઓટીપી પાસવર્ડ મેળવી અરજદારના સ્ટેટ બેંક ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ૨૫ હજારનો ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. આ બાબતે ભોગ બનનારે તાત્કાલિક ઝઘડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. ઝઘડિયા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને ભરૂચ સાયબર ક્રાઈમની મદદ લઇને ટેકનીકલ એનાલીસીસના આધારે છેતરપિંડીનો ભોગ બનનારને કુલ રૂપિયા પૈકી ૧૫,૦૦૦ રૂ. તેના ક્રેડિટ ખાતામાં પરત મેળવી આપેલ હતા. આ બાબતે ઝઘડિયા પોલીસે એક જાહેર હિતમાં જણાવ્યું છે કે કોઈ પણ ઓનલાઇન સર્ચ ઉપરથી મેળવેલ કોઈ પણ કસ્ટમર કેરનાં નંબર ઉપર ભરોસો કરવો નહીં, ઓનલાઇન મળતા સસ્તા ફોન વેચાણ કરતી વેબસાઈટ ઉપર ભરોસો કરવો નહીં, કોઈ પણ વ્યક્તિ સસ્તામાં આપણને કોઈ સામાન આપતા નથી તેમજ ફોનપે કરવા અથવા કોઈપણ વોલેટમાં કેશબેક આપવા માટે કોઈપણ કોલ આવે તો કોઈ પણ માહિતી આપવી નહીં, ઉપરાંત ઓટીપી સીવીસી પાસવર્ડ કે આપના ઉપર કંપની વોલેટ તરફથી આવતા કોઈપણ મેસેજ આપવા નહીં, બેંક મેનેજરના નામે ફોન આવે તો ફોન પર બેન્ક એકાઉન્ટને લગતી માહિતી આપવી નહીં તેમ જણાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!