ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં દુમાલપોર ગામ ખાતે યુવકની ઝાડ પર લટકતી લાશ મળવાના પગલે સનસનાટી ફેલાઈ ગઇ હતી જોકે આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનો જણાયો હતો જેમાં ગત તા. 6 એ દુમાલપોર ગામની સીમમાંથી કિરણભાઈ વસાવા નામનો એક યુવક ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળ્યો હતો. આ બનાવનાં આરોપી સુનિલ વસાવાની પત્ની સાથે મૃતકનાં આડા સબંધની શંકાએ હત્યા કરાઈ હોવાનું હાલ જણાઈ રહ્યું છે. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement