Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીક ધોરીમાર્ગ પર ભુંડવા ખાડી પાસે ગઇકાલે સાંજના સવા સાતના અરસામાં સર્જાયેલા એક અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું સ્થળ પર જ કરુણ મોત થયુ હતુ.

બનાવ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મુળ ગામ કરાડના રહીશ અશોકભાઇ રડવાભાઇ વસાવા હાલ રાજપારડી નજીકના રઝલવાડા ગામે પરિવાર સાથે રહે છે, અને ખેત મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અશોકભાઇનો નાનોભાઇ દિનેશભાઇ રડવાભાઇ વસાવા ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરતો હોય, તે મોટરસાયકલ પર આવજાવ કરતો હતો. ગઇકાલે તા.૧૯ મીના રોજ સાંજના સમયે અશોકભાઇ પોતાના ઘેર હતા ત્યારે ખબર મળી હતી કે તેમના નાનાભાઇ દિનેશને રાજપારડી નજીક ભુંડવા ખાડી પાસે અકસ્માત થયો છે. ત્યારબાદ અશોકભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે જોયુ કે નોકરી કરીને ઘેર પાછા ફરતા દિનેશની મોટરસાયકલ સાથે એક હાઇવા ટ્રકના ચાલકે પોતાનું વાહન અથાડીને અકસ્માત કર્યો હતો. દિનેશને પેટ, કમર તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજેલ હતું. નોકરી કરીને ઘેર પાછા ફરી રહેલા પોતાના ભાઇનું આ અકસ્માતમાં મોત થયેલુ જોઇને અશોકભાઇ શોકમગ્ન બની ગયા હતા. બ‍ાદમાં અશોકભાઇ રડવાભાઇ વસાવા રહે.ગામ રઝલવાડા તા.ઝઘડીયા જી.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં અકસ્માત સર્જનાર હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરણ પોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રક્ષાબંધન ના દીવસે દીલ્હી થી સાયકલ ઉપર પુરા ભારત ની યાત્રાએ નીકળેલ શ્રી આફતાબ ફરીદી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.

ProudOfGujarat

માંગરોળના વાંકલ ગામે 19 કરોડના ખર્ચે નિર્માણ થયેલ જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!