Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

Share

ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક મહિના પહેલા ઝઘડીયા મામલતદારને પુછેલા પ્રજાલક્ષી પ્રશ્નનો સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીએ આજરોજ તા.૧૩ મીના રોજ રાજપારડી ચાર રસ્તા નજીક એક દિવસના પ્રતિક ઉપવાસ આદર્યા છે.આ પહેલા સોશીયલ મિડીયામાં ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક સંદેશ માં જણાવ્યુ હતુ કે મામલતદાર ઝઘડીયાને મેં ટેલિફોનીક માધ્યમથી પુછેલા પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે મને સંતોષજનક જવાબ મળ્યો નથી.તેથી હું રાજપારડી ચાર રસ્તા પર તા.૧૩ મીના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશ.જે મુજબ આજરોજ મહામંત્રીએ શરુ કરેલ ઉપવાસ દરમિયાન માજી તાલુકા ભાજપા પ્રમુખ નરેન્દ્ર વસાવા અને અન્ય કાર્યકરો એ તેમને સમર્થન આપ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

થોડી નજર ઊંચી કરીને એ શરમાઈ ગઈ,જાણે જન્મોજનમના બંધનમાં બંધાઈ ગઈ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

ભરૂચ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તારને જોડતો માર્ગ ચાલુ કરવા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!