ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જામોલી ગામે રહેતા મહિલા ખેડૂત જોશીલાબેન ઉદેશીંગભાઈ વસાવા ખેતી તથા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોશીલાબેન રાજપોર ગામની સીમમાં આવેલ ખેતર છેલ્લા પાંચ વર્ષથી ખેડે છે. ગતરોજ જોશીલાબેનનો દિયર અશોક વેચાણભાઈ વસાવા તેમના ઘરે આવ્યો હતો અને તેમને ગમે તેમ ગાળો બોલવા લાગેલ જેથી તેમણે જણાવેલ કે તમે કેમ ગાળો બોલો છો ? તેમ કહેતા અશોકે જણાવેલ કે તમે રાજપોરની સીમમાં આવેલ ખેતર ખેડો છો તે ખેતર અમારુ છે જેથી હવે તમારે તે ખેતરમાં જવું નહીં. જોશીલાબેને અશોકને જણાવેલ કે તે ખેતર અમે છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ હવે તમને આ ખેતર કેમ યાદ આવ્યું ? એમ કહેતા અશોક એકદમ ઉશ્કેરાઇ જઇ નજીકમાં પડેલી લાકડી વડે તેની ભાભી જોશીલાબેન પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. આ દરમિયાન જોશીલાબેનનો પુત્ર વિરલ આવી જતા વધુ મારમાંથી બચાવ્યા હતા. અશોક જતા જતા ધમકી આપતો હતો કે તું ઘરની બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ. જોશીલાબેને ઝઘડિયા પોલીસ મથકમાં અશોક વેચાણભાઇ વસાવા રહે.જામોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ