Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : રૂંઢ ગામની યુવતીનો નર્મદામાં તણાતો મૃતદેહ મળયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠે આવેલ રૂંઢ ગામની યુવતીની નર્મદામાં તણાતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રૂંઢ ગામના ભરતભાઇ ચંદુભાઇ મકવાણાની ૨૨ વર્ષીય કિંજલબેન નામની દિકરી તા.૧૦ મીના રોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઘરમાં નહિ જણાતા કિંજલ ની માતાએ તેના પતિને જગાડીને આ બાબતની જાણ કરતા કિંજલની શોધખોળ કરવામાં આવી હતી.વધુમાં જાણવા મળ્યા પ્રમાણે કિંજલને ગામના જ એક ભૌમિકકુમાર ધોબી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો તેથી યુવતીના માતા પિતાએ ભૌમિકના ઘેર જઇને તપાસ કરતા તે પણ ઘેર મળી આવેલ નહિ.દરમિયાન તા.૧૧ મીના રોજ ૩ વાગ્યે ખબર મળી હતી કે કિંજલની નદીમાં તરતી લાશ દેખાઇ છે.બાદમાં કિંજલના મૃતદેહને અવિધા દવાખાને પી.એમ.માટે લઇ જવાયો હતો.મૃતક ના પિતા એ રાજપારડી પોલીસને આ બાબતે જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે થી ત્રણ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ProudOfGujarat

દાહોદમાં ગમખ્વાર અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણનાં સ્થળ પર મોત.

ProudOfGujarat

બુટલેગરના સરઘસ : સુરત : જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં ગામમાં એન્ટ્રી મારી.

ProudOfGujarat
error: Content is protected !!