કોરોનાની શરૂઆતે લોકડાઉન જાહેર કરાયુ, લોકડાઉન બાદ ધીમેધીમે બજારો ફરી ધબકતા થયા છે. લોકડાઉનની સમાપ્તિ બાદ ખુલી રહેલા બજારોમાં મંદીનો માહોલ જણાતો હતો. લોકડાઉન ખોલવા માટે તબક્કાવાર શરૂ થયેલ અનલોક બાદ પણ બજારોમાં જોઇએ તેવી ઘરાકી દેખાતી ન હતી.પરિણામે વેપારી વર્ગ ચિંતિત જણાતો હતો. લોકડાઉનમાં ધંધા બંધ રહ્યા ઉપરાંત દુકાનોના ઉંચા ભાડા કાઢવાની સાથે સાથે પરિવારીક ખર્ચાઓ કાઢવાની ચિંતા સામાન્યપણે વેપારી આલમને મૂંઝવી રહેલી દેખાતી હતી. ચોમાસુ પુરુ થયુ છે, દિવાળી નજીકમાં છે ત્યારે દિવાળીના તહેવારને લઇને ઝઘડીયા તાલુકાના બજારોમાં ધીમેધીમે ઘરાકીનો માહોલ ખુલતો દેખાય છે તેને લઇને ઝઘડીયા, રાજપારડી અને ઉમલ્લાના બજારોમાં દિવાળી ટાણે મંદીની જગ્યાએ તેજી આવે તેવા એંધાણ જણાતા વેપારી આલમમાં ખુશીનું મોજુ ફેલાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement