Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : કટલરીની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે ગઇકાલે સાંજે એક કટલરીની દુકાનમાં ઓચીંતી આગ લાગતા લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ. ઝઘડિયાની મારૂતિ રેસિડેન્સીમાં રહેતા લાલજીભાઈ પાલ ઝઘડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેમના પત્ની સંગીતાબેન ઝઘડિયાના ટાવર રોડ પર આવેલ એક ભાડાની દુકાનમાં કટલરી તથા લેડીઝ કપડાને લગતી દુકાન ચલાવે છે. ગઈકાલે તેઓ સાંજે આઠ વાગ્યા પછી દુકાન બંધ કરી ઘરે ગયા હતા. ત્યારે તેમના પર દુકાન માલિકનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનમાંથી ધુમાડા નીકળે છે. દુકાનમાં આગ લાગી હોવાનું જણાતા પાણીના બંબા બોલાવવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઇડીસીમાંથી ત્રણ જેટલા ફાયર ફાઈટરોની મદદ વડે આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આગ લાગવાની ઘટનાના પગલે કટલરીની દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો કટલરી સામાન તેમજ કપડાં બળીને ખાખ થઈ જતાં મોટુ નુકસાન થવા પામ્યું હતું. કોઇ અગમ્ય કારણોસર આગ લાગવાની ધટના માં રૂપિયા પાંચ લાખ જેટલુ નુકસાન થવા બાબતે લાલજીભાઈ બંશીભાઇ પાલે ઝઘડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી ચોકડી પાસે આધેડ યુવાનનું મડર થતા ચકચાર મચી જવા પામી

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!