ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઇદેમિલાદની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અત્રે મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુના પ્રયત્નથી ગ્રામજનોના સહયોગથી રાજપારડીની નુરાની શાળાના પટાંગણમાં આયોજિત કરાયેલા રક્તદાન કેમ્પમાં હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતું.
બ્લડ સેન્ટર વડોદરા અને જનરલ હોસ્પિટલ ભરૂચનો આ રક્તદાન કેમ્પમાં સહયોગ રહ્યો હતો. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તહેવારોની ઉજવણી સાદાઇથી અને સોસિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખીને કરવામાં આવે તેવા સરકારી નિયમ અંતર્ગત ઇદેમિલાદના આ પર્વમાં જુલુશ કાઢવાની પરવાનગી નથી, ત્યારે રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુએ ઇદેમિલાદ નિમિત્તે રાજપારડી ગામે રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર રજુ કરતા ગામના ઉત્સાહી અને સેવાભાવી યુવાનોએ તેમની આ અપીલને વધાવી લેતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ઇદેમિલાદ પયગંબરે ઇસ્લામના જન્મદિનનું પર્વ છે ત્યારે આ પવિત્ર પર્વના અવસરે રક્તદાન જેવું મહત્વનુ કાર્ય કરાયુ તે પ્રસંશનીય છે.આયોજિત કેમ્પનો સમય સાંજના ૬ સુધીનો રાખવામાં આવ્યો હતો.વિગતો મુજબ આયોજિત કેમ્પમાં ૨૭૫ યુનિટ જેટલું રક્ત એકત્ર થયુ હતું.અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોહીની જરુર મોટા પ્રમાણમાં પડતી હોય છે.ત્યારે હાલ કોરોના સમયની જરુરને અનુલક્ષીને રાજપારડી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ તે બાબત પ્રસંશનિય છે.રાજપારડી ગામે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં રાજપારડી અને આજુબાજુના ગામોના અગ્રણીઓેએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજપારડી ગામે રક્તદાન શિબિર યોજાતા ગામની જનતામાં ઉત્સાહ જણાયો હતો.રાજપારડી ઉપરાંત આજુબાજુના ગામોના હિન્દુ મુસ્લિમ યુવાનોએ તેમજ પત્રકાર મિત્રોએ ઉત્સાહથી રક્તદાન કર્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા : ઇદેમિલાદ પ્રસંગે રાજપારડી ગામે રક્તદાન શિબિર…
Advertisement