ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં સરિસૃપ તેમજ હિંસક પ્રાણીઓ વારંવાર દેખાઇ દેતા હોઇ છે અને ઝઘડીયા તાલુકામાં કેટલાક ગામોમાં દિપડાઓ તેમના પરિવાર સાથે રહેતા હોવાની વાતને સમર્થન મળ્યુ છે. ત્યારે મંગળવારના સાંજના સમયે રાજપારડી ગામના સ્થાનિક મીડીયા કર્મીઓને નગરના પટેલ ફળીયામાં સાપ નજરે પડતા સ્થાનિક મીડીયાના કર્મીઓએ જાગૃતતા દેખાડી સેવ એનિમલ ટીમના રવિન્દ્ર વસાવાને ટેલિફોનિક માહિતી આપી હતી ફોન કર્યા બાદ સેવ એનિમલના સહયોગી મનોજ વસાવા,નરેન્દ્ર વસાવા તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને ઝેરી મનાતા સાપને પકડી પાડ્યો હતો. પકડાયેલા સાપની વિગતો આપતા જણાવ્યું હતુ કે સાપ 4 ફુટ લાંબો તેમજ 3 કીલો વજનનો છે અને રસેલ વાઇપર નામ તરીકે ઓળખાતો સાપ છે અને સાપના દંશથી માનવીના જીવ જવાની શક્યાતાઓ રહેલી છે. સેવ એનિમલની ટીમના કર્મચારીઓ દ્વારા સાપને પકડીને રાત્રે જ જંગલ વિસ્તારમાં છોડી મુકાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી