ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાના પડઘા ઠેરઠેર પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ઠેરઠેર દેખાવો થતા જણાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ એકતા સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડીયા નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતું. આવેદનપત્રમાં જણાવાયુ છે કે ૧૪/૯/૨૦ ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં ૧૯ વર્ષીય યુવતી પર તે જ ગામના ચાર પાંચ યુવાનોએ યુવતીની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરીને બળાત્કારીઓ ભાગી છૂટયા હતા. સતત પંદર દિવસ સુધી જિંદગી અને મોતની લડાઈ લડયા બાદ તા. ૩૦/૯/૨૦ ના રોજ યુવતીનું કરૂણ મોત થયું હતું. ઉપરાંત યુવતીના મૃતદેહને તેના પરિવાર વગર અને પરિવારની મરજી વિરુદ્ધ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આવેદનપત્રમાં વધુમાં જણાવાયુ હતુ કે યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપીઓ પ્રત્યે પ્રશાસન હમદર્દી ભર્યું વર્તન દાખવી રહ્યુ છે, જેને સમિતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.ઉપરાંત દલિતો ઉપર અવારનવાર થતા જુલ્મ સિતમ પ્રત્યે પ્રશાસન આંખ આડા કાન કરતુ હોવાની લાગણી રજુ કરીને આ બાબતને વખોડી કાઢવામાં આવી હતી. આ બાબતે આગવા પગલાં લઇ અને સુરક્ષાની પ્રતીતિ થાય તેવા પગલા ભરાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા : ઉત્તર પ્રદેશનાં હાથરસ ગામની બળાત્કારની ઘટના બાબતે ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું.
Advertisement