ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર ભરૂચ મારફત રતનપૂરના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે બાવાગોરની દરગાહ હિંદુ મુસ્લિમ લોકોની એકતા અને શ્રદ્ધાનું સ્થાનક છે દર ગુરુવાર અને રવિવારના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો દરગાહ પર આવે છે અને તેથી આવક વધુ થાય છે. દરગાહની આવકનો અંગત ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ભ્રષ્ટાચાર કરાતો હતો. આવા ભ્રષ્ટાચારની વિગતો વક્ફ બોર્ડ સુધી પહોંચતા ભ્રષ્ટાચારી ટ્રસ્ટીઓને દૂર કરી નવા બે ટ્રસ્ટી મુકવામાં આવ્યા હતા. સાથે સિદી સમાજના 5 ઈસમો પણ વહીવટમાં જોડાયા હતા. જેથી બાવાગોર દરગાહના વહીવટમાં પારદર્શિકતા આવી હતી. જેથી દરગાહની આવકમાં વધારો થયો હતો. તેમજ જુના ભ્રષ્ટાચારની વિગતો બહાર આવવા માંડી હતી. જેથી ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું હતું. જેથી ગમેતેમ કરી નવા અને સાચા વહીવટદારોને દૂર કરવામાં આવ્યા અને કરજણના મહમદ સીધીની વહીવટમાં નિમણુક કરી જુના ભ્રષ્ટાચારિઓએ ફરી ગેરરીતિ શરૂ કરેલ છે જેનો વિરોધ હૈદર સુલેમાન સિદી બાદશાહ અને સ્થાનિકોએ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ બાવાગોર દરગાહના વહીવટને ગેરરીતિ મુક્ત કરવા વિંનતી કરેલ છે. નવા નિયુક્ત મહમદ સીધીએ માસિક રૂ.17786 માં વહીવટ આપેલ છે જેમાં જુના ભ્રષ્ટાચારિઓ સામેલ છે.
ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા નજીક આવેલ પવિત્ર અને પ્રસિદ્ધ તેમજ કોમી એકતાનો સંદેશ આપતી બાવાગોરની દરગાહનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Advertisement