Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં સગીરાને ભગાડી જવા બાબતે યુવક અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની એક સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી એક યુવક દ્વારા ભગાડી જવામાં આવી હતી. સગીરાની ઉંમર પરણવા યોગ્ય ન હોવાથી તેના પરિવારે સગીરાને પાછી સોંપવાની માંગણી કરતા તેને ભગાડી જનાર યુવકના પરિવારે ગાળાગાળી કરી હતી. આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા નજીકના એક ગામમાં ખેત મજૂરી કરતા એક પરિવારની ૧૫ વર્ષની ઉંમરની સગીર દીકરીને ગણેશ ગીરીશ વસાવા નામનો યુવક પટાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદાથી ભગાડી ગયો હતો. બાદમાં સગીરાની માતાએ ભગાડી જનાર યુવકના માતા પિતાને જણાવ્યું હતું કે તેમની દીકરીની ઉંમર હજી લગ્ન કરવા જેટલી નથી અને તે સગીર વયની છે. તેથી મારી દીકરી મને પાછી આપી દો. આ સાંભળીને સગીરાને ભગાડી જનાર યુવકના પિતા ગિરીશભાઇ તથા માતા અંબાબેને સગીરાની માતાને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાની માતાએ ગણેશ ગીરીશ વસાવા, ગિરીશ વસાવા તેમજ અંબાબેન ગિરીશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકા તંત્રના પાપે ખુલ્લી ગટરમાં ડૂબી જવાથી યુવાન નું મોત

ProudOfGujarat

પાનોલી ઓદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!