ઝઘડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.ખેતરોને નુકશાન થાય એ રીતે દોડતી રેતી વાહન ટ્રકો વિરુદ્ધ ૨૧ મી નવેમ્બરના રોજ જીલ્લા લેવલે ખેડૂતો દ્વારા આવેદન અપાતા ચકચાર.લીઝ ધારકો દ્વારા રોયલ્ટી લીઝોનું માપ ઓવરલોડ જથ્થો વિવિધ બાબતે જવાબદાર તંત્રનું ભેદી મૌન.સંબંધિત ગ્રામ પંચાયતો પાસેથી rti માંગવામાં આવનાર હોવાની ચર્ચા.ખાણ ખનીજ વિભાગ અને તાલુકાનું તંત્ર તાકીદે લીઝો બાબતે સઘન તપાસ કરે તે જરૂરી.rti માંગવામાં આવે તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.પોતાને ફાળવાયેલી લીઝ અન્યને ભાડે ચલાવવા અપાતી હોવાની પણ લોક ચર્ચા.નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અવરોધતા ગેરકાયદેસર પુલિયા બનાવાઇ રહ્યા છે.આ બાબતે સંબંધિત તંત્રને જાણ કરીને રજુઆત કરવામાં આવનાર હોવાની વિગતો બહાર આવી છે.આડેધડ લુંટાતી ખનીજ સંપત્તિથી “કોના બાપની દિવાળી જેવો ઘાટ”.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ