Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ર‍ાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં વિવિધ સ્થળોએ ૫૦૦ જેટલા વિવિધ જાતના છોડ રોપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે હઝરત શૈખુલ ઇસ્લામના નામથી ચાલતા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની ઘણી શાખાઓ કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. હઝરત શૈખુલ ઇસ્લામના અનુયાયીઓ વિશ્વભરમાં વસે છે. હઝરત સૈયદ મખ્દુમ અશરફ જહાંગીર સીમનાનીના ઉર્સના મોકા પર અત્રે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ટ્રસ્ટના હોદ્દેદારો કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો જરૂરી છે ત્યારે સંસ્થા દ્વારા અન્ય લોકોપયોગી પ્રવૃત્તિઓની સાથે સાથે સમયાંતરે વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવતી હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકમાં મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!