Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં નવા ચાર પોઝિટિવ કોરોના કેસ આવતા કુલ આંક ૮૮ જેટલો થયો.

Share

ઝઘડિયા તાલુકામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. તા. ૧૬ મી ની સાંજે તથા આજે આવેલા ચાર કોરોના સંક્રમિત કેસની સાથે અત્યારસુધીનો કુલ આંક ૮૮ જેટલો થયો છે. જયારે આ પૈકી સાત કોરોના દર્દીના મોત થયા છે. વિગતો મુજબ ઝઘડિયા તાલુકામાં તા. ૧૬ મી ના રોજ મોડી સાંજે જાહેર થયેલા તથા આજના મળી વધુ ચાર નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો આવ્યા છે. તથા ગત ૧૬ મી ના રોજ પોઝીટીવ આવેલા દર્દીમાં વિક્રમસિંહ નકુમ ઉ.વ .૬૬ રહે. ઉમધરા તથા આજરોજ આવેલા સતિષ કુમાર પાંડે ઉ.વ ૫૪ રહે. રાજેશ્વરાનંદ પેપર મીલ ગોવાલી, તરુણ કુમાર એમ પંડયા ઉ.વ ૬૧ રહે. દેસાઈ ફળિયુ રાજપારડી અને ભદ્રેશભાઇ ચૌહાણ ઉ.વ ૨૩ રહે. ઉચેડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૮૮ થી જેટલો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્મેન્ટ અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીઓના પરીવારના સર્વે કરી તમામ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા તાલુકામાં ચિંતા જોવા મળે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

વડોદરા : વાઘોડિયાની શંકર પેકેજીંગ લિમીટેડ કંપની દ્વારા કર્મચારીઓને પગાર નહીં ચૂકવાતા લેબર કમિશનની કચેરીએ કરાઇ રજુઆત.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઈસનપુર ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

પાલેજ સીટી સર્વે કચેરી માંથી ઓનલાઈન પ્રોપર્ટીની નકલો માટે અરજદારોને ધરમ ધક્કા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!