ઝઘડીયા તાલુકાના વણખુંટા ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાંથી તસ્કરો પાણીની મોટર તથા વાયર ચોરી જતા ખેડૂતને રૂ.૧૯,૫૦૦ જેટલુ નુકશાન થયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના વણખુંટા ગામે રહેતા હસમુખભાઇ રૂપસિંગભાઇ વસાવા નામના ખેડૂત ખેતી કરે છે. તેમણે તેમના ગોવાલ દેવ વગામાં આવેલ એક ખેતરમાં સિંચાઇ માટે રાજપારડી વીજ કંપનીમાં સબસીડીનું ફોર્મ ભરીને સોલાર પ્લાન્ટ સંચાલિત પાંચ એચ.પી.ની સબમર્સીબલ મોટરનો સેટ ફિટ કરાવ્યો હતો. તેઓ જ્યારે તેમના ખેતર ગયા ત્યારે તેમના ખેતરના સેઢા ઉપર લગાવેલ સોલર પ્લાન્ટથી ચાલતી સબમર્સીબલ મોટર તથા તેનો દોઢસો ફૂટ જેટલો વાયર ત્યાં હતો નહીં. આજુબાજુમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. જેથી તેમને તે ચોરાઇ ગયો હોવાની ખાતરી થઇ હતી. કોઇ અજાણ્યા સીમચોરો આ સામાન ચોરી ગયા હોવાની ખાતરી થવા પામી હતી. આ ખેડૂતને મોટર તથા વાયરની ચોરી થતા ૧૯,૫૦૦ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. તેથી હસમુખભાઈ વસાવાએ તેમના સિંચાઇના સાધનોની ચોરી થવા બાબતની ફરિયાદ ઉમલ્લા પોલીસ મથકમાં નંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ