બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ આરતી કેમિકલ કંપનીમાં આજે બપોરે અચાનક કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં નાસભાગ મચી હોવાની વિગતો સામે આવી રહી છે, ગેસ લીકેજ થવાના પગલે ઝઘડિયા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઇ છે.
હાલ આ ગેસ લીકેજ ક્યાં કારણોસર થયું છે અને કોઈ જાનહાની થઇ છે કે કેમ અથવા તો કેટલી નુકશાની થઇ છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી પંરતુ ગેસ લીકેજનાં ધુમાડા મોટા પ્રમાણમાં જીઆઈડીસી માં જોવા મળતા આસપાસની કંપનીઓમાં પણ ફફડાટ છવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Advertisement