લાંબા સમયથી ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દિપડા નજરે પડે છે. તાલુકામાં દિપડાનો પરિવાર વસવાટ કરતો હોવાની વાતો જાણવા મળી છે.તાજેતરમાં ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની નજીક માદા દીપડી તેના બે બચ્ચા સાથે દેખાઇ હતી. તેને લઇને જીઆઇડીસી વિસ્તારમાં ડર ફેલાયો હતો. વધુમાં એક બીજી ઘટનામાં જીઆઇડીસીની ગેલેક્ષી નામની કંપની નજીક દીપડાએ એક બકરીનુ મારણ કર્યું હોવાની વાત સામે આવી છે. મળતી વિગતો મુજબ કંપની નજીકના ખુલ્લા પ્લોટમાં બકરી ચરતી હતી તે દરમ્યાન સાંજના સમયે દીપડાએ તેના પર હુમલો કરીને તેને શિકાર બનાવી હતી. દિવસે દિવસે ઝધડિયા જીઆઈડીસીમાં દિપડા દેખાવાની ઘટનાઓ નજર સમક્ષ આવતા કામદાર વર્ગમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement