ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.ગઇકાલ સાંજે તથા આજે આવેલા ચાર કોરોના સંક્રમિત કેસ સાથે તાલુકામાં કોરોના કેસનો કુલ આંક ૮૨ જેટલો થયો છે. જયારે સાત કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે.મળતી વિગતો મુજબ તાલુકામાં તા.૧૦ મી ના રોજ મોડી સાંજે જાહેર થયેલા તથા આજના મળી ચાર જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં ગતરોજ પોઝીટીવ આવેલા મહીલા દર્દી અંબાબેન રણછોડભાઈ પટેલ ઉ.વ ૮૫ રહે. રાણીપુરાનુ ગતરોજ મોડી રાત્રે મરણ થયુ છે. જેની સાથે કોરોના સંક્રમિત કેસનો મૃત્યુઆંક સાત જેટલો થયો છે.ઉપરાંત ઝઘડિયાના દઢેડા ગામમાં રહેતા રાજેશ વલવી ઉ.વ ૨૪, રિતેશભાઇ પટેલ ઉ.વ ૫૭ રહે. અવિધા, કિર્તીભાઇ પટેલ ઉ.વ ૨૬ રહે. દેસાઈ ફળિયુ રાજપારડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે વધી રહયો છે જે હાલમાં ૮૨ જેટલો થયો છે. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓના પરિવારોનો સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા ગામમાં તથા તાલુકામાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે જે ચિંતાનો વિષય ગણાય.નોંધનીય છે કે ઝઘડિયા તાલુકામાં બહારગામથી આવતા લોકો તેમજ જીઆઇડીસીમાં આવતા જતા લોકો ના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ