ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના ભાલોદ ગામ ખાતે ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા બિરસામુંડાની પ્રતિમા અને બિરસાવાડી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આયોજીત કાર્યક્રમમાં ભાલોદ ગામ સહિત પંથકના લોકો તેમજ ભિલીસ્તાન ટાઇગર સેનાના સેંકડો કાર્યકરો ઉમટી પડયા હતા આયોજીત કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભિલીસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવાએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ દેશમાં બનતી બળાત્કાર ઘટનાઓ રોકવા હાલની સરકારે કડકપણે પગલા ભરવા જોઇએ અને મહિલાઓની સુરક્ષા બાબતે ધ્યાન આપવુ પડશે બળાત્કારની બનતી ઘટનાઓ દેશને વ્યથિત કરતી હોઇ છે તેમ જણાવ્યું હતુ. આયોજીત કાર્યક્રમમાં બી.ટી.એસ.ના રાષ્ટ્રીય મહા સચીવ,દિલિપભાઇ વસાવા,બી.ટી.એસ.પ્રવક્તા કિશોરભાઇ વસાવા,ભાલોદ ગામના બી.ટી.એસ.બી.ટી.પી.પરિવાર સભ્ય જયપ્રકાશભાઇ બારોટ,ભાલોદ ગામના બી.ટી.એસ.બી.ટી.પી. પરિવાર સભ્ય અરવિંદ ભાઇ વસાવા,ઝઘડીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ,તાલુકા પંચાયત પ્રમુખ રિતેશભાઇ , રાજપારડીના બી.ટી.એસ.અગ્રણી ઇમ્તિયાઝ અલી સૈયદ બાપુ,ભાલોદ ગામના અગ્રણી સંદિપભાઇ વસાવા તેમજ રાજપારડીના કાર્યકર કેતન પાદરીયા અને કાર્યકરો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ