ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા વધતા કોરોના સંક્રમણને કારણે ઓપીડી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલની સેવા લેતા દર્દીઓમાં, તેમના સગાઓમાં તથા હોસ્પિટલના સ્ટાફમાં પ્રવર્તમાન કોરોના રોગચાળાને ફેલાતો અટકાવી શકાય તે માટે સરકારની ગાઇડ લાઇન અને આરોગ્ય વિભાગ તરફથી વખતોવખત મળતા માર્ગદર્શન અને સૂચના અનુસાર છેલ્લા પાંચ મહિનાથી હોસ્પિટલમાં તે બાબતના પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હોસ્પિટલની ઓપીડીમાં આવતા વિવિધ દર્દીઓ અને તેમના સગાની સલામતી માટે અને તેમનામાં સોશ્યલ ડિસ્ટન્સ વધારે સારી રીતે જળવાય તે માટે તારીખ ૨૧ સપ્ટેમ્બરને સોમવારથી હોસ્પિટલના ઓપીડી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી આંખ વિભાગ, બાળકોનો વિભાગ અને સ્ત્રી રોગ વિભાગની ઓપીડી સવારને બદલે બપોરે બે વાગ્યાથી શરૂ થશે, જ્યારે બાકી રહેલ સગર્ભા બહેનો માટેની ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરની ઓપીડી પહેલાની જેમ રાબેતા મુજબ ચાલુ રહેશે. જ્યારે ઈમરજન્સી સેવા ૨૪ કલાક માટે ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે હોસ્પિટલના વ્યવસ્થાપક દિલિપભાઇ પટેલનો સંપર્ક કરવા જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ