ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધુ એક કોરોના સંક્રમિત કેસ બહાર આવતા કોરોના સંક્રમણનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે.મળતી વિગતો મુજબ ઝઘડિયા સેવા રૂરલ સંચાલીત શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને સેવા રૂરલની લેબોરેટરી વિભાગમાં લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતી છાયાબેન રામજીભાઇ વસાવા ઉ.વ.૨૨ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૬૯ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ પીએસસી દ્વારા ૨૭ પરીવારના સર્વે કરી ૧૫૪ જેટલા લોકોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સેવા રૂરલ ઝઘડિયામાં પહેલાં મેઇલ નર્સ, ડ્રાઇવર, ફીમેઇલ નર્સ, આંખ વિભાગના કર્મચારી અને હવે લેબ ટેકનીશિયન યુવતીને કોરોના પોઝિટિવ આવતા સેવા રૂરલમાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું હોય તેમ જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ