Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં લીંમોદરા ગામે ખેતરમાં કામ કરતા મજૂરોની સામે અજગર આવ્યો : એનિમલ રેસ્ક્યુ ટીમે અજગરને પકડીને વન વિભાગને સોંપ્યો.

Share

ઝઘડિયા તાલુકાના લીંમોદરા ગામે રહેતા ઈસ્માઈલભાઈ શેખ ખેતી કરે છે. આજરોજ તેમના લાડવાવડ મંદિર વિસ્તારનાં ખેતરમાં મજૂરો નિંદામણ કરવા ગયા હતા. નિંદામણ કરતી વેળા અચાનક મજૂરોની સામે અજગર આવી ગયો હતો. ગભરાયેલા મજૂરોએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને સ્થાનિક ગ્રામજનોએ ભેગા થઈ ઝઘડીયાની સેવ એનિમલ ટીમને જાણ કરતાં ટીમના સભ્યો લીંમોદરા ખાતે આવ્યા હતા. સેવ એનિમલ ટીમના સભ્યો દ્વારા અજગરનું સહી સલામત રીતે રેસ્કયુ કરી તેને ઝડપી લીધો હતો અને બાદમાં આ અજગર ઝઘડીયા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અભિયાન…

ProudOfGujarat

ગોધરા આર.આર.સેલ દ્વારા દાહોદ જીલ્લાના લીમખેડા ખાતેથી રૂપિયા ૯૫,૦૦૦/- નો વિદેશી દારૂ જડપાયો…

ProudOfGujarat

ભરૂચ નગર પાલીકાના અંધેર વહીવટનાં પગલે મોટર સાયકલ સવાર મોટર સાયકલ સાથે ખાડામાં ખાબક્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!