ઝઘડીયા ખાતે સેવા રૂરલ હોસ્પિટલના આંખ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયાની સેવા રૂરલની શારદાકુંજ સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ સુતરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિવસે દિવસે તાલુકામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે.તાલુકામાં અત્યારસુધી કુલ કુલ ૬૮ જેટલા કોરોના પોઝિટિવ કેસો બહાર આવ્યા છે. ઝઘડિયા સેવા રૂરલ સંસ્થા સંચાલીત શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને સેવા રૂરલના આંખ વિભાગમાં ફરજ બજાવતા ગીરીશભાઇ સુતરીયા ઉ.વ.૫૨ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ઝઘડીયા પીએસસી દ્વારા શારદાકુંજના ૨૭ પરીવારના સર્વે કરી ૧૫૪ સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સેવા રૂરલ ઝઘડિયામાં પહેલાં મેઇલ નર્સ, ડ્રાઇવર, ફીમેઇલ નર્સ અને હવે આંખ વિભાગના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સેવા રૂરલ માં કોરોનાનુ સંક્રમણ ફેલાઈ રહ્યું હોય તેમ જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ