Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

Share

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ નામની કંપનીમાંથી એચસીએલ ભરી નીકળેલ એક ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા આ ટેન્કર પલટી મારી ગયુ હતું. ટેન્કર પલ્ટી મારતા તેમાં ભરેલ હજારો લીટર જેટલુ એચસીએલ વરસાદી કાંસમાં વહી ગયું હતું. એચસીએલ ઢોળાતા તેનો ધુમાડા પ્રકારનો વાયુ હવામાં ઉડયો હતો અને નજીકના મુલદ ગામમાં મોડી રાત સુધી લોકોને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો હતો. એચસીએલ પાણીમાં ભળી જતા જળ પ્રાણીઓને પણ જીવનું જોખમ ઊભું થયું હોવાનું જાણવા મળ્યુ છે. મળતી વિગતો મુજબ ગઇકાલે ઝઘડીયા જીઆઈડીસીની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીનું એચસીએલ ભરેલ ટેન્કરનું ગોવાલી અને મુલદ ગામ વચ્ચે રાજેશ્વરાનંદ પેપર મીલ પાસે ટાયર ફાટી જતા ટેન્કર પલ્ટી મારી ગયુ હતું. તેને લઇને ટેન્કરમાં ભરેલ હજારો લીટર એચસીએલ પૈકીનું કેટલુક એચસીએલ પાણીમાં વહી ગયું હતું. ટેન્કરમાંથી ઢોળાયેલ એચસીએલ વરસાદી કાંસ મારફતે ખાડીમાંથી નર્મદા નદી સુધી વહેતા તેની અસર જણાઇ હોવાની વિગતો પણ જાણવા મળી છે. આને લઇને ખાડીમાં રહેતા જળચર પ્રાણીઓને પણ નુકશાન થયુ હોવાની વાતો પણ જાણવા મળી છે. સાથે સાથે જે સ્થળે ટેન્કર પલટી માર્યું હતું ત્યાં આંબાની વીસ જેટલી કલમોને પણ નુકસાન થયું છે. ગતરોજ સાંજે પાંચ વાગ્યે પલટી મારેલ ટેન્કરમાંથી એચસીએલ ઢોળાતા અને તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતા રાત્રે ૧૨ વાગ્યા સુધી બાજુના ગામ મુલદમાં કેટલાક લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી હોવાની વિગતો સ્થાનિક રહીશોમાંથી જાણવા મળી છે. જે સ્થળે ટેન્કર પલટી માર્યું હતું ત્યાં ભરપૂર માત્રામાં એચસીએલ પાણીમાં ભળી જતા હાલમાં પણ તે જ પરિસ્થિતિમાં હોવાનું પણ જાણવા મળ્યુ છે.કંપની સંચાલકો દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી નથી એમ પણ જાણવા મળ્યુ છે.આ ઘટનામાં એચસીએલ ભરેલ ટેન્કરનું ટાયર ફાટતા તે પલ્ટી મારી જતા મોટી માત્રામાં એચસીએલ ઢોળાયું હોવા છતાં આ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ નથી એમ હાલમાં તો જાણવા મળ્યુ છે અને આ ધટનાની કોઈ નોંધ લેવાઇ હોય એવું હાલમાં તો દેખાતુ નથી. પલ્ટી મારેલ ટેન્કર ઉભુ કરવા માટે ફોરલેન હાઇવેને ડાયવર્ટ કરવાની કામગીરી પોલીસ કરી શકતી હોય તો આટલી મોટી માત્રામાં એચસીએલ ઢોળાવાની ઘટનાથી જળચર જીવોને અને પર્યાવરણને નુકશાન થવાની બાબતની પોલીસ કે અન્ય કોઇ જવાબદાર વિભાગ દ્વારા કેમ નોંધ નથી લેવામાં આવી એને લઇને જનતામાં સવાલો ઉભા થયા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરાના કૃપાલ રુહાની મિશન દ્વારા સંત્સંગ,રકતદાન,સર્વનિદાન કાર્યક્રમો યોજાયા..

ProudOfGujarat

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

ProudOfGujarat

સુરત : ડભોલી બી.આર.ટી.એસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ : અન્યને બચાવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!