Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો.

Share

ઝઘડીયા તાલુકામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં અત્યારસુધીમાં કુલ ૬૭ જેટલા પોઝિટિવ કેસ નોધાયા છે.મળતી વિગતો મુજબ બોરોસિલ કંપનીની કેન્ટીનમાં ફરજ બજાવતા મહીલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝઘડિયાની નવી નગરીમાં રહેતી સુમનબેન ધનજીભાઈ વસાવા ઉ.વ ૫૮ ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૬૭ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ઝઘડીયા પીએસસી દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. તાલુકામાં દિવસેનેદિવસે વધતા જતા કોરોના સંક્રમણથી ચિંતા ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

નર્મદા સુગર દ્વારા ગરમીના કારણે મળશ્કે શેરડી કાપણીનું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!