Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : પૂર અસરગ્રસ્ત પરિવારોને રાજપારડીનાં સખી દાતા તરફથી જમવાની વ્યવસ્થા આપવામાં આવી.

Share

ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામો પુરની લપેટમાં આવતા આ ગામોના અસરગ્રસ્ત પરિવારોનું નજીકના ગામોએ ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં સ્થળાંતર કરાયુ હતુ. તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના પુરના પાણી ભરાય જતા આ ગામોના પરિવારોને સલામત સ્થળે લઇ જવાયા હતા.રાજપારડી નજીકના જુના પોરા ગામમાં નર્મદાના પુરના પાણી પ્રવેશી જતા મકાનોમાં પાણી ભરાય ગયા હતા.અસરગ્રસ્ત પરિવારો માટે અવિધા ખાતે શાળામાં રાહત કેમ્પ ઉભો કરી આશરો આપવામાં આવ્યો હતો. રાજપારડીના સખી દાતા સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ તરફથી આ પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જુના પોરાના સરપંચ અવિધા તેમજ અન્ય ગામોના અગ્રણીઓની મદદથી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુએ અસરગ્રસ્ત પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરતા લોકોએ તેમની ઉદારતા અને મદદ કરવાની ભાવનાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનનાં સમય દરમિયાન પણ સૈયદસાબે ગરીબ પરિવારોને જરૂરી સામાનને લગતી કીટો મોટા પ્રમાણમાં વહેંચી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દામાવાવ પોલિસ સ્ટેશન કર્મીઓ દ્વારા જરૂરિયાતમંદોને 200 રાશનકીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નબીપુર ગામે ડેંનશા પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ની ઉઠાંતરી.

ProudOfGujarat

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ, પ્રોટીન કીટનું વિતરણ, ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!