ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ૮ ગામોને આવરી લેતો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ૮૦૦ જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરીને લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આયુર્વેદીક વિભાગમાં ૬૫,વનવિભાગ ૨,આરોગ્ય વિભાગ ૫૨,પશુપાલન તેમજ રસીકરણ વિભાગ ૬૦૪,મા કાર્ડ વિભાગ ૧૧,રેશનકાર્ડને લગતા કામો ૨૬, આધારકાર્ડને લગતી ૪૦ અરજીઓને લગતી કામગીરી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સેવાસેતુ કાર્યક્રમમાં રૂંઢ,તરસાલી,તોથીદરા,ભાલોદ,પ્રાંકડ,જરસાડ,વણાકપોર,ઓરપટાર કુલ મળીને આઠ ગામોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમનો લાભ લીધો હતો. યોજાયેલ સેવાસેતુમાં આયુર્વેદીક,વનવિભાગ, આરોગ્ય,પશુપાલન,રસીકરણ મા કાર્ડ,રેશન કાર્ડ,આધારકાર્ડ,વૃદ્ધ -વિધવા સહાય,તબીબી સારવાર,હેઠળ આવતા વિવિધ કામોને લગતી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.આયોજિત કાર્યક્રમમાં ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી,ટી.ડી.ઓ.વિજયભાઇ ,ગામોના અગ્રણીઓ તલાટીઓ,વિતરણ અધિકારી રવિન્દ્ર પટેલ,ઝઘડીયા સહિતના અધિકારીઓ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને લાભાર્થીઓના કામોને લગતી કામગીરીમાં માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ