Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીકનાં જાંબોઇ ગામે ૩૮ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે જનતા ચિંતિત બની છે. તાલુકાનાં રાજપારડી ઝઘડીયા અને ઉમલ્લા જેવા મથકોએ પણ કોરોના પોઝિટિવ કેસો બહાર આવ્યા હતા. ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દેખાઇ રહ્યા છે. જેને લઇને તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.ત‍ાલુકાનાં ઉમલ્લા નજીકના જાંબોઇ ગામે પાદરીયા ફળીયામાં રહેતા ૩૮ વર્ષીય પ્રજ્ઞેશ ભુપેન્દ્રભાઇ પાદરીયા નામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે લઇ જવાયો હતો. બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા યુવકના ઘરના અન્ય ચાર સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે નેગેટીવ આવ્યા હતા.આ કોરોના પોઝિટિવ આવેલ ઇસમને થોડા દિવસ પહેલા તકલીફ જેવું જણાતા તેનો અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. આ ઇસમના ઘરના સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામના સંબંધિત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વાંકલ કોલેજમાં પરીક્ષા આપવા આવેલી ભડકુવા ગામની ૧૮ વર્ષીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

ProudOfGujarat

ડુંગરી ગામેથી ચોરાયેલ બુલેટ મોટરસાયકલ ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વાલીયા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!