Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં પીપદરા ચોકડીથી સંજાલી ગામ જવા તરફ જવાના રોડ પર હજારો રોકડ રૂપિયાની લૂંટ, જાણો વધુ.

Share

મળતી માહિતી મુજબ ભરૂચ ફૂલર્ટન ઇન્ડિયા ક્રેડીટ કંપની લિમિટેડના ફિલ્ડ ઓફિસરની બાઈકને આંતરી અન્ય પલ્સર બાઈક પર સવાર ત્રણ ઈસમોએ ફિલ્ડ ઓફિસર સાથે ધોલ થપાટ કરી તેનુ બેગ ઝૂંટવી લઈ રોકડા રૂપિયા ૩૨,૭૫૦ ની લૂંટ કરી નાસી ગયા હતા. ફાયનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરે તાલુકાના કાંટીદરા તથા ઉમધરા ગામની તેમની મહિલા ગ્રાહકોના લોનની હપ્તાની રકમની ઉઘરાણી કરી હતી જે રકમ લુંટારુઓ લુટી ફરાર થઈ ગયા હતા. ફિલ્ડ ઓફિસરે રાજપારડી પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા લુંટારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ ફૂલર્ટન ઇન્ડિયા ક્રેડીટ કંપની લિમિટેડમાં મૂળ પેટલાદ જી.આણંદના રહેવાસી હિતેશભાઈ ડાયાભાઈ મકવાણા ઝાડેશ્વરની પાર્થ સોસાયટીમાં રહે છે અને ફાઈનાન્સ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે. ગતરોજ હિતેશ મકવાણાને તેની ફાઇનાન્સ ઓફિસ પરથી ઝઘડિયા તાલુકાના અવિધા, કાંટીદરા, ઉમધરા અને સંજાલી વગેરે ગામોમાં મહિલા ગ્રુપ કસ્ટમરના લોનના હપ્તાની ઉધરાણીની કામગીરી સોંપવામાં આવી હતી, જેથી હિતેશ મકવાણા તેની બાઇક પર કાંટીદરાથી ઉમધરાની મહિલા ગ્રુપ કસ્ટમરના લોનના હપ્તાના રૂપિયા ૩૨,૭૫૦ ની ઉઘરાણી કરી રાજપારડી નજીકના પીપદરા ગામેથી સંજાલી ગામે જવા નીકળ્યા હતા. રસ્તામાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પાછળથી એક પલ્સર બાઈક આવી જેના પર ત્રણ જેટલા ઈસમો સવાર હતા. પલ્સર બાઈક સવારે હિતેશ મકવાણાની બાઇકની આગળ અવરોધ ઊભો કરી તેમને ઊભા રખાવ્યા હતા. પલ્સર બાઈક પર આવેલા ત્રણ ઈસમો પૈકી એકે હિતેશ મકવાણાને માથાના ભાગે લાફા મારી દીધા હતા અને તેના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ઝુંટવવાની કોશિશ કરી હતી. હિતેશે તેનો સામનો કરતા અન્ય એક ઇસમે હીતેશના ખભે ભેળવેલ બેગ જેમાં ઉઘરાણીના ૩૨,૭૫૦ રોકડા હતા તે પણ બળજબરીથી ખેંચી લઈ પલ્સર બાઈક પર સવાર થઈ ભાગી ગયા હતા. હિતેશ મકવાણાએ તેમનો પીછો કરતા તેઓ આગળ જતાં ત્રણ રસ્તાથી કોઈ રસ્તે વળી ગયા હતા. જેથી હિતેશ મકવાણાએ તેના મેનેજર રાકેશ બારીયાને કોલ કરી જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઇસમો તેમની બેગ ખૂંચવી લઈ ગયા હતા. જેમાં કાંટીદરા, ઉમધરા ગામની મહિલા કસ્ટમરના લોનના હપ્તાના ૩૨,૭૫૦ હતા જે તેવો લૂંટી ફરાર થઈ ગયા છે. લુંટનો ભોગ બનનાર ફૂલર્ટન ઇન્ડિયા ક્રેડીટ કંપની લિમિટેડના ફીલ્ડ ઓફિસર હીતેશ ડાહ્યાભાઈ મકવાણાએ રાજપારડી પોલીસ મથકે અજાણ્યા ત્રણ ઈસમો વિરૃદ્ધ લુંટની ફરીયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દેવદિવાળીની અનોખી ઉજવણી, માં નર્મદા કિનારે 1151 દિપ પ્રગટાવી કરાઈ ઉજવણી, કાશી ઘાટ જેવો સર્જાયો માહોલ

ProudOfGujarat

ભરૂચમાં શિવાજી મહારાજની 392 મી જન્મજયંતિની નિમિત્તે બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

ગૌ માતાનું થયું અકસ્માત : 1962 આવી મદદે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!