ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વન સંપતિ આવેલી છે. તાલુકાના રતનપુર નજીકના જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજે તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાં એક દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાતા ખેડૂત દ્વારા તે બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડો પુખ્ત વયનો જણાતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તેનું મોત થયુ હોવાનું પ્રથમ નજરે જણાતુ હતું. જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલ હતી. ખેડૂત દ્વારા ઝઘડીયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપવામાં આવી હતી. મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનુ સ્થળ પર જ પી.એમ કરાયુ હતું. મરણ પામેલ પુખ્ત નર દિપડાની ઉંમર આશરે પાંચ વર્ષની હતી અને લંબાઈ આશરે પાંચ ફુટ જેટલી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
Advertisement