Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં થયેલ સીમચોરીઓમાં સંડોવાયેલા આરોપી ઝડપાયા.

Share

પાછલા કેટલાક સમયથી ઝઘડીયા તાલુકાના ઝઘડીયા ઉમલ્લા અને રાજપારડી પોલીસ સ્ટેશનોના વિસ્તારના ગામોની સીમમાં વિવિધ ખેતી ઉપયોગી સાધનોની ચોરીઓ મોટા પ્રમાણમાં થતાં ખેડૂતોમાં ચિંતા જણાતી હતી અને ખેતરોમાં સિંચાઇ માટે લગાડેલા વિવિધ ઉપકરણો અને અન્ય સામાનની ચોરીઓ કરતી ગેંગ તાલુકામાં સક્રીય હોવાની ચર્ચાઓ ઉઠી હતી.દરમિયાન રાજપારડી પીએસઆઇ જયદીપસિંહ જાદવે અલગ અલગ ટીમો બનાવીને સીમચોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.ત્યારે તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે વિજયભાઇ જેન્તીભાઇ વસાવા રહે.ગામ પીપદરા તા.ઝઘડીયાને પકડીને સઘન પુછપરછ હાથ ધરતા તે ભાંગી પડેલ અને પોતાના સાગરીતો સાથે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૫ જેટલી જગ્યાના ખેતરોમાંથી ડ્રીપ ઇરીગેશન સીસ્ટમ ઝાટકા મશીન સ્ટાર્ટર ઓટો સ્વિચ રસ્તા પર લગાડેલ સ્ટ્રીટ લાઇટોની બેટરી વીજમીટર કેબલ વાયર પાણીની મોટર વિ.ની ચોરી કરી પોતાના ગામ પીપદરાની સીમમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી.ઉપરાંત આગળ પણ બીજી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હોવાનું રાજપારડી પોલીસે જણાવ્યું હતુ.ઉપરાંત ચોરેલા સામાનમાંથી અમુક મુદ્દામાલ ભંગારની દુકાન ઉપર વેચેલ હોવાની કબુલાત કરી હોવાનું જણાવાયુ હતુ.ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં થયેલ વિવિધ ગુનાઓ સંબંધિત પોલીસે કુલ રૂ.૧૯૫૧૦૦ નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.રાજપારડી પોલીસે આ બાબતે વિજયભાઇ જયંતીભાઇ વસાવા રહે.પીપદરા તા.ઝઘડીયા અને રણજીતસિંહ મુળજીબાવા વાંસદીયા રહે.રાજપારડીની અટકાયત કરી હતી.પોલીસ દફતરે આ ગુના સંબંધે અન્ય બે ઇસમો સંજયભાઇ શનાભાઇ વસાવા અને શૈલેશભાઇ સોમાભાઇ વસાવા બન્ને રહે.ગામ પીપદરા તા.ઝઘડીયા વોન્ટેડ હોવાનું જણાવાયુ હતુ.તાલુકાના વિવિધ વિસ્તારોમાં થયેલ સીમચોરીઓનો ભેદ ઉકેલાતા ખેડૂત સમુદાયમાં રાહતની લાગણી જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકા સફાઈ કામદારો હવે સ્વચ્છતા સૈનિક તરીકે ઓળખાશે.સર્વાનુમતે લેવાયેલો નિર્ણય…

ProudOfGujarat

નેત્રંગના વણખૂંટા ગામ ખાતે 9 વર્ષીય બાળકને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર : ન.પા. પ્રમુખ પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની મુલાકાતે : દયનીય વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!