Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસે વહેતી ખાડીમાં જાંબોલીની મહિલા તણાઇ.

Share

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસેથી વહેતી ખાડીમાં જાંબોલી ગામની એક ૬૨ વર્ષની વૃદ્ધ મહિલા મંગળવારના રોજ તણાઇ ગઇ હતી. દરમિયાન આ મહિલાનો મૃતદેહ ગઇકાલે મળ્યો હતો. મૃતકની પુત્રીએ આ અંગે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના જાંબોલી (વણખુટા) ગામે રહેતા ચીમનભાઈ ભીમાભાઇ વસાવા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગયા મંગળવારના રોજ ધોલી ડેમ ઓવર ફ્લો થતા તેમાંથી વહેતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ હતો. મંગળવારના દિવસે ચીમનભાઈના પત્ની શાંતીબેન ગામ નજીક આવેલી ખાડીમાં પાણીમાં ઉતરતા ખાડીના પ્રવાહમાં તણાયા હતા.પાણીના વહેણમાં તણાયેલ આ મહિલાનો તરત તો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન ગઇકાલે ખાડીમાં પાણીનો પ્રવાહ ઘટત‍ા શાંતીબેનની લાશ મળી હતી. શાંતીબેન નામની આ મહિલાનું ખાડીમાં તણાવાથી મોત નીપજ્યુ હતુ. જેથી મરનાર મહિલાની પુત્રી ગીતાબેન ચંદ્રસિંહ ભાઈ વસાવા રહે. વણખુટાએ ઉમલ્લા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચના રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે આવેલ ખાનગી હોટલની જગ્યાએ આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!